યુવકના માથા ઉપરથી કન્ટેનરનાં તોતિંગ ટાયર ફર્યાં

સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાઓને કારણે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 35 વર્ષીય એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાઇક પર જઈ રહેલા ત્રણ યુવકની બાઇક ખાડાને કારણે સ્લિપ થઈ ગઈ અને તેઓ રોડ પર પટકાયા હતા. એ જ સમયે પાછળથી પૂરઝડપે આવતા એક કન્ટેનરનાં પૈડાં યુવકના માથા ઉપરથી ફરી વળતાં તેનું કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકને ઈજાઓને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. અમરોલી પોલીસે કન્ટેનરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના એજણ વિસ્તારમાં 35 વર્ષીય શંભુનાથ બાલેશ્વર યાદવ પરિવાર સાથે રહેતો હતો અને લાદી સ્ટાઇલનું મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ શંભુનાથ વિકાસભાઈ જાંબુકિયા સાથે ઓલપાડના માસમાં ગામ ખાતે કડિયાકામ કરી રહ્યો હતો. સવારે 9:00 વાગ્યે કામ પર જતો અને સાંજે 6:00 વાગ્યે પરત આવતો હતો. દરમિયાન ગઈકાલે વિકાસ સાથે શંભુનાથ કામ કરવા માટે ગયો હતો. સાંજના સમયે વિકાસ પોતાની બાઈક પર શંભુનાથ અને અન્ય એક સોનું નામના યુવકને લઈને પરત ફરી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *