પ્રાચીન ગરબીમાં આધુનિકતાનો સમન્વયગરબાનો અદભુત નજારો

શહેરની ગેલેક્સી ગરબી મંડળ (જી.જી.એમ.)નું આયોજન છેલ્લા 33 વર્ષથી કરવામાં આવે છે. જેમાં જુનિયર, સિનિયર કે.જી., ધો.1થી 12ના વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓ અને કોલેજની દીકરીઓ દ્વારા અદ્દભુત રાસ રજૂ કરવામાં આવે છે. આ આયોજનમાં સંસ્કૃતિ, ભાતીગળ તથા પ્રાચીન ગરબીની પરંપરા જોવા મળે છે. અહીં કોરિયોગ્રાફી દ્વારા છેલ્લા 2-3 મહિનાથી ખૂબ મહેનત કરી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત આ ગરબીમાં અગાઉ રહી ચૂકેલા જૂના ખેલૈયાઓ દ્વારા પણ અહીં અવનવા રાસ રજૂ થાય છે.

શિવાજીના હાલરડાંનો તલવાર રાસ સૌને મંત્રમુગ્ધ કરી દે છે ડાકલા રાસ તથા શિવાજીના હાલરડાંમાં રજૂ કરાતો તલવાર રાસ એ અહીંની ખાસ વિશેષતા છે. આ પ્રાચીન ગરબા દરમિયાન દરેક વિદ્યાર્થીઓનો પહેરવેશ પણ અહીંની ખાસ ઓળખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *