અજય અશ્વિનભાઈ રોજાસરા (ઉં.વ.25) ગઈકાલે રાત્રે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા બેભાન થઈ ગયો હતો તેને સારવારમાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવારમાં જ તેનું મોત નીપજ્યું હતું. જોકે પરિવારજનો ડોક્ટરને જાણ કર્યાં વગર જ મૃતદેહ લઈ રાત્રે 1 વાગ્યાં આસપાસ હોસ્પિટલથી જતા રહ્યા હતા. સવારે 8 વાગ્યાં બાદ મૃતદેહ પરત લઈ પરિવાજનો પરત સિવિલ હોસ્પિટલ આવ્યા હતા જેથી ડોકટરે પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
પોલીસ તપાસમાં અજય પરિણીત હતો અને બે ભાઈમાં નાનો હતો. ગઈકાલે સાંજે 5 વાગ્યે જડેશ્વરમાં તેના વિસ્તારમાં જ કોઈ માતાજી મઢે કોઈ કામસર અજય બીજા લોકો સાથે ગયો હતો જ્યાં સાફ સુફ કરતી વખતે કોઈ જનાવર કરડી ગયું હતું પરંતુ ઉંદર કરડ્યો હશે એમ માની ધ્યાન આપ્યું ન હતું બાદમાં ઘરે આવી ચા પાણી પીધા બાદ ઉલ્ટી થઈ હતી. પગમાં સોજો ચડી ગયો હતો અને ચક્કર આવતા બેભાન થઈ ગયો હતો.
રામુ સર્વેશ્વરકુમાર ગૌતમ (ઉં.વ.27) ગઈકાલે બપોરે 3.30 વાગ્યા આસપાસ પોતે ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. રામુ માર્બલ કાપવાની મજૂરીનું કામ કરતો અને તે મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો. 3 મહિના પહેલા તેના લગ્ન થયા હતા. પણ અણ બનાવના પગલે પત્ની માવતર જતી રહી હતી જેથી રામુએ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.