રાજકોટ માર્કેટીંગ યાર્ડ મગફળી-કપાસથી ઉભરાયું

રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું APMC સેન્ટર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ જિલ્લા સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો કપાસ, મગફળી સહિતની જણસી વેચવા માટે આવે છે. રાજકોટના APMC માર્કેટિંગ યાર્ડ બેડી ખાતે આજરોજ 500 થી વધુ વાહનોની આવક થઈ હતી જેમાં મગફળીની આવક 22,000 મણ અને કપાસની આવક 8,000 મણ થઈ છે. જેમાં ખેડૂતોને કપાસ – મગફળીનાં પ્રમાણમાં સારા ભાવો મળ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસ અને મગફળીના પોષણસમ ભાવ મળી રહ્યા છે. આજ રોજ વહેલી સવારથી માર્કેટિંગ યાર્ડ બહાર કપાસ, મગફળી સહિતની જણસીના કુલ 500 કરતા વધારે વાહનોની લાંબી કતારો લાગી હતી. ખેડૂતોને આ વર્ષે મગફળી અને કપાસના ભાવ ખૂબ સારા મળ્યા છે. જેને પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ તેમજ મગફળીની મબલક આવક થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *