કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની આજે પદયાત્રા

હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા નવરાત્રી તહેવાર નિમિત્તે દર વર્ષની પરંપરા પ્રમાપે 15મા વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતે તા.22મીને સોમવારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ગામ દ્વારા ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે. ખોડલધામ મંદિરે પદયાત્રા પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરાશે. પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.

દર વર્ષની પરંપરા પ્રમાણે સતત 15મા વર્ષે યોજાનારી આ પદયાત્રા મંદિરે પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરાશે. જેમાં અનેક શ્રદ્ધાળુઓ જોડાશે. નવરાત્રીના નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી આરાધના કરાશે.

પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરાશે. જેમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલની આગેવાનીમાં યોજાનારી આ યાત્રામાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ, કન્વીનર, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનર, ખોડલધામ મહિલા સમિતિ, યુવા સમિતિ, શિક્ષણ પાંખ સહિતની અન્ય સમિતિઓ જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *