રજકોટમાં છેલ્લા 8 મહિનાથી રાજનગર ચોક શેરી નં-6ના ખૂણા પર પ્રકૃતિ એન્ટરપ્રાઇઝ (સીકસેમ થેરાપી) તથા છેલ્લા 4 મહિનાથી રૈયા ચોક નજીક શ્યામ પ્રભુ-3 કોમ્પ્લેક્સ, પાંચમા માળે (સીકસેમ) અથર્વ થેરાપી કાર્યરત છે. જેમાં વિનામૂલ્યે માનવ શરીરને કુદરતી રીતે સ્વસ્થ કરતી થેરાપી દ્વારા સારવાર કરવામાં આવે છે. અહીં 8 વર્ષથી શરૂ કરીને 80 વર્ષથી વધુ ઉંમરના લોકો પોત પોતાની તકલીફ કે રોગના નિવારણ માટે આવે છે.
આ ઉપરાંત હાલનો ખોરાક તથા રોજિંદી પ્રક્રિયાને લઈને લોકોમાં જાગૃતતા જોવા મળતી નથી તેથી કંપનીનો મુખ્ય ધ્યેય સૌથી વધારે લોકોને નેચરોપેથી બાજુ લઈ જવાનો છે કે જેમાં કુદરતી રીતે શરીરને સ્વસ્થ રાખવાનો રસ્તો મળી રહે.
લોકોમાં કોઈપણ જાતના દુખાવા જેમકે કમર, ઘૂંટણ, સ્નાયુ તથા અત્યારની દીકરીઓની તકલીફ જેમ કે પીસીઓડી, પીસીઓએસ, ચોકલેશિસ્ટ, ગર્ભાશય કે પ્રેગ્નન્સીને લગતી તકલીફ, હરસ-મસા-ભગંદર, શુગર, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, અસ્થમા, થાઇરોડ સહિતની અનેક પ્રકારની તકલીફ કે રોગની કુદરતી રીતે નિવારણ કરવામાં આવે છે.
ખાસ વિશેષતા એ છે કે, આ પદ્ધતિમાં કોઈપણ પ્રકારની દવા કે ઇન્જેક્શન વગર થેરાપીથી સારવાર કરવામાં આવે છે. અહીં આવતા લોકો માટે થેરાપીની સાથો સાથ સ્વાસ્થ્યની જાગૃતિ માટે માહિતી આપતા લેક્ચર પણ ગોઠવવામાં આવે છે. આ પ્રકારની થેરાપી ભારતમાં છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે.