રાજકોટના મહિલા વકીલ ભૂમિકા પટેલ સામે પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ થઈ છે. જેને રદ કરવા અને કાનૂની કાર્યવાહી સામે સ્ટે મેળવવા મહિલા વકીલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને ગુજરાત હાઇકોર્ટે નકારી નાખી છે. ઉલ્લેખનિય છે કે, મહિલા વકીલે એક સગીરાની ઓળખ જાહેર કરી હતી, જેને બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અમિત ખૂંટ ઉપર દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો.
મહિલા વકીલે તેની દીકરીની ઓળખ જાહેર કરી છે કેસને વિગતે જોતા મહિલા વકીલે, વકીલ અને મહિલાની જવાબદારીઓ વિરુદ્ધ અયોગ્ય કાર્ય કર્યું છે. તેને મીડિયા બાઈટમાં પીડિત સગીરાની ઓળખ જાહેર કરી છે. તેને આવું કૃત્ય પ્રસિદ્ધિ ખાતર કર્યું છે. મહિલા વકીલ 6 વર્ષથી વકીલાતના વ્યવસાયમાં છે. સગીરાને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડમાંથી જામીન મળ્યા હતા. ત્યારબાદ તે મહિલા વકીલને મળી હતી. સગીરાના પિતાને ખબર પડતા તે મહિલા વકીલે તેની દીકરીની ઓળખ જાહેર કરી છે. તેને મહિલા વકીલ સામે ફરિયાદ આપી હતી.
1 વર્ષની જેલની સજા અને 2 લાખ સુધીના દંડની જોગવાઈ સગીરાય સોશિયલ મીડિયા ઉપર અને રેકોર્ડિંગ વીડિયો મીડિયાને મોકલી આપ્યો હતો. જે વીડિયો વાઇરલ થયો હતો. આરોપીના વકીલ વતી રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘટનામાં મીડિયા ઉપર કેસ બને અને નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓને મહત્તમ 1 વર્ષની જેલની સજા અને 2 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. સગીરાના પિતા પોતે બચવા સગીરાનો ઉપયોગ કરી રહ્યા છે. મહિલા વકીલે કોર્ટની માફી માગી હતી. પરંતુ હાઈકોર્ટે નોંધ્યું હતું કે પ્રશ્ન માફીનો નહીં, પરંતુ વ્યવસાયિક જવાબદારીના ભંગનો છે. જેથી આ અરજી નકારી દેવામાં આવે છે.