રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કન્ટેનર પલટ્યું

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકડી નજીક એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. મોટું કન્ટેનર અચાનક પલટી મારી જતાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. જેમાં એક 19 વર્ષીય સુરેન આદિવાસી નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. 2 ક્રેન, 3 JCBની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ચીફ ફાયર ઓફિસર અમિત દવેનાં જણાવ્યા મુજબ તા 17-9-2025 ને સાંજે 7:17 વાગ્યે રમેશભાઈ નામના વ્યક્તિનો ફોન આવેલો કે સેકન્ડ 150 ફૂટ રીંગ રોડ કોરાટ ચોકડી પાસે એક કન્ટેનર પલટી મારી ગયું છે અને તેની નીચે માણસો દબાઈ ગયા છે તેવો કોલ ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે બે ફાયર ફાઈટર પહોંચી ગયા હતા. કન્ટેનરની અંદરથી ત્રણ લોકોને બચાવી લઈ અને સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બે વ્યક્તિ કન્ટેનરની નીચે દબાયેલા હતા તેને ક્રેઇનની મદદથી કન્ટેનર ઉચું કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે બંનેના મૃતદેહો જ હાથ લાગ્યા હતા. તેઓના નામ જાણવા મળ્યા નથી. પણ ફાયર બ્રિગેડની શબવાહિની મારફતે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થળ ઉપર 108 નો સ્ટાફ પોલીસ સ્ટાફ મામલતદાર તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે સ્ટેશન ઓફિસર શેખ સાહેબ સબ ફાયર ઓફિસર ખોખર સાહેબ તથા મવડી ફાયર સ્ટેશન અને કોઠારીયા રોડ ફાયર સ્ટેશનનો 20 કર્મચારીઓનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો. રાત્રે 11:50 વાગ્યે આ કામગીરી પુરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *