PMના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં 400થી વધુ સ્થળોએ રક્તદાન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, દેશના જરૂરિયાતમંદ સગર્ભા માતાઓ, કેન્સર, હિમોફીલિયા, અકસ્માત અને થેલેસેમિયાના દર્દીઓ માટે રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી ‘નમો કે નામ રક્તદાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ કર્મચારી મહામંડળો અને મહાસંઘોના સંયુક્ત ઉપક્રમે, રાજ્યભરમાં 400 થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે. આ સેવા યજ્ઞમાં રક્તદાતાઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. આ કેમ્પ થકી 1 લાખ બોટલ એકત્ર કરી વર્લ્ડ રેકોર્ડ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

સમગ્ર ગુજરાતમાં 1,25,000 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન માટે નોંધણી કરાવી છે. આ કેમ્પ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ મહાઅભિયાન થકી લાખો બોટલ રક્ત એકત્ર કરીને વિશ્વવિક્રમ સ્થાપી ગ્રીનીઝ બુકમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય છે, જે થેલેસેમિયા પીડિત અને અન્ય તમામ જરૂરિયાતમંદ લોકો માટે અત્યંત મદદરૂપ થશે. કાર્યક્રમને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં આ કાર્યક્રમ કુલ 11 સ્થળોએ યોજાઈ રહ્યો છે

1) રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ2) મધર ટેરેસા પ્રાથમિક શાળા નંબર-88 (જીવરાજ પાર્ક)3) માધાપર તાલુકા શાળા4) આત્મીય યુનિવર્સિટી5) વિરાણી હાઈસ્કૂલ6) પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કૂલ7) ગોરધનભાઈ મજેઠીયા શાળા નંબર-608) મેપલવુડ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ 9) સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય10) આર.કે. યુનિવર્સિટી11) મારવાડી યુનિવર્સિટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *