જામકંડોરણા તાલુકા પાસેનો ફોફળ-૧ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે અને હવે છલકાવાને 10 ટકાનું છેટું છે.
સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે હાઈ એલર્ટ સાથે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે કે, આ ડેમ પૂર્ણ ભરાતાં રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં.વેગડી, જામકંડોરણા, દુધીવદર, ઈશ્વરીયા, તરવડા ગામના લોકોને હેઠવાસમાં એકઠા ન થવા તાકીદ કરાઇ છે.
ડેમની પૂર્ણ જળ સપાટી ૮૧.૭૫ મીટર છે અને ડેમ હાલ ૮૧.૩૫ મીટર ભરાયેલો છે. ડેમમાં હાલ ૪૩.૮૪ ઘન મીટર જળ જથ્થો છે. ડેમમાં હાલ જળની આવક ૫૫૫ ક્યુસેક છે.