પત્નીને ઘરે જવાનું કહેતા સાસરિયાંએ જમાઈને માર માર્યો

જૂનાગઢ જોશીપુરામાં રહેતા પંકજ દિલીપભાઈ સોલંકી(ઉં.વ.30) દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આકાશ, વિપુલ, ગટુ અને કાજલબેનના નામ આપ્યા હતા.ફરિયાદ મુજબ દીકરાની તબિયત ખરાબ હોવાથી બે દિવસથી તે દવા લેવા રાજકોટ તેના સસરાના ઘરે રોકાયા હતા.

સવારે સાડા દશેક વાગ્યે તેણે પત્ની કાજલને ઘરે જૂનાગઢ જવાનું કહેતા ઘરે જવાની તેણે ના પાડી હતી. જેથી તેણે કહ્યું કે, તું રાજકોટ રે હું દીકરાને જૂનાગઢ લઇને જઉં.

જેથી તેના સાળા વિપુલ, આકાશ તથા સસરા ગટુભાઈ તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી માર માર્યો અને આકાશે કહ્યું કે, હવે પછી મારા ઘરે આવતો નહીં નહીંતર ઘરેથી જીવતો જઈશ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *