ભરણપોષણના ચુકાદાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો

રાજકોટના રાજવી પ્રહલાદસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજાના દીકરી મેઘાવીનીબાએ પોતાના પતિ મોરસીયા વાગડના ગિરાસદાર પરિવારના સભ્ય મેઘરાજસિંહ મનહરસિંહ ચુડાસમા સામે વર્ષ 2016માં ભરણપોષણની અરજી કરી હતી. જેમાં રાજકોટ ફેમિલી કોર્ટે પત્ની અને સગીર પુત્રી માટે 40,000નું માસિક ભરણપોષણ મંજુર કર્યું હતું. જે ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ નામંજૂર થયાં બાદ સુપ્રીમમાં અપીલ થઈ હતી. જેમાં પણ ભરણપોષણના ચુકાદાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે.

મેઘરાજસિંહ સખત દારૂ પીવાની અને પાર્ટીઓ કરવાની ટેવવાળા અરજદાર મેઘાવીનીબાના લગ્ન તા.29/04/2008ના રોજ મેઘરાજસિંહ મનહરસિંહ ચુડાસમા સાથે થયા હતા. લગ્નજીવનથી સંતાનમાં એક દીકરીનો જન્મ થયો હતો જે તેમના માતા સાથે રહે છે. લગ્ન સમયે દહેજમાં ફર્નીચર, માણેક, હીરા ઝવેરાત, કિંમતી કપડાઓ, સોના-ચાંદીના વાસણો વિગેરે અસંખ્ય વસ્તુઓ તેમના સાસરે લઈ ગયા હતા. લગ્ન બાદ દશ જ દિવસમાં અરજદારને ખ્યાલ આવ્યો કે, તેમના પતિ મેઘરાજસિંહ સખત દારૂ પીવાની અને પાર્ટીઓ કરવાની ટેવવાળા છે અને દિવસે દિવસે વ્યસન વધવા લાગ્યું હતું. સતત ઝઘડા થતા હોવાથી ઉગ્ર સ્વભાવના કારણે નાની નાની બાબતમાં પત્ની મેઘાવીનીબાને ગુસ્સે થઈ અપશબ્દો કહેતા અને મારામારી પણ કરતા હતા. આ ઉપરાંત ઘરખર્ચના પુરતા રૂપિયા આપવામાં આવતા નહીં અને સાસુ વીણાદેવી પણ પતિ મેઘરાજસિંહનું ઉપરાણુ ખેંચીને જેમ ફાવે તેમ બોલવા લાગતા હતા. સસરા મનહરસિંહને આ અંગે વાત કરતા તેઓ મેઘરાજસિંહને સમજાવવાના બદલે ગુસ્સે થઈ મેઘાવીનીબાને તતડાવીને કહેવા લાગ્યા કે તમારો ખર્ચ તમારે જાતે કમાઈ લેવો જોઈએ.

રાજકોટ ફેમિલી કોર્ટમાં વર્ષ 2016માં અરજી કરી હતી પતિ મેઘરાજસિંહ ગીરાસદાર કુટુંબના સભ્ય છે. તેઓ મુળ ગામ મોરસીયાવાગડના છે અને વાગડ મુકામે તેઓને પીયતવાળી 15 એકર જમીન છે, બારમાસી ખેતી છે, ફાર્મહાઉસ છે, મોરસીયામાં તેઓની માલિકીનું એક મંદિર છે. હાલ પતિ મેઘરાજસિંહ અમદાવાદ મુકામે એમ્ટાલ્ડ કારસ પ્રાઈવેટ લીમીટેડમાં તથા એચ.ડી.એફ.સી. રીયાલીટીમાં સર્વિસ કરી માસિક રૂ. 60,000થી રૂ. 70,000નો પગાર મેળવે છે. વાર્ષિક રૂ.15,00,000ની ખેતીની આવક છે. સસરા મનહરસિંહ રીટાયર્ડ મેનેજર છે. વારસાઈ ગીરાસમાંથી કરોડો રૂપિયાના સોના-ચાંદીના અને હીરા ઝવેરાત મળેલા છે. આવા સંજોગોમાં પણ પત્ની તથા સગીર પુત્રીને કારણ વગર પતિ મેઘરાજસિંહે તરછોડી દેતા મેઘાવીનીબાએ રાજકોટ ફેમિલી કોર્ટમા વર્ષ 2016માં અરજી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *