રાજકોટ પતિ સાથે બોલાચાલી થતા પેટ્રોલ છાંટી લેનાર પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

દિપાલીબેન મિલનભાઈ ઝાલા (ઉં.વ.22) ગઈકાલે સવારે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે શરીરે પેટ્રોલ છાંટી સળગી જતા દાઝી ગયા હતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દિપાલીબેનના પતિ તેમને બચાવવા જતા પોતે પણ દાજી ગયા હતા. જો કે સારવાર દરમ્યાન આજે બપોરે દિપાલીબેને દમ તોડી દેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ જ્યારે કામ પરથી ઘરે આવે ત્યારે મોબાઈલ જોતા હોય છે અને પત્નીએ આ બાબતે નારાજગી દર્શાવી તમે મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહો છો એમ કહેતા બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી બાદમાં પતિ બહાર ગયા ત્યારે પત્નીએ પેટ્રોલ છાંટી જાત જલાવી હોવાનું સામે આવ્યું છે.

દિપાલીબેન પેટ્રોલ ક્યાંથી લાવ્યા તેં અંગે કોઈને જાણ નથી જેથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. દિપાલીબેનના લગ્નને 3 વર્ષ થયા છે તેઓ પતિ અને સાસુ સસરા સાથે રહે છે. હાલ બનાવ અંગે જાણ થતા માલવીયાનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *