કેન્દ્રીય રમત ગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત ધ ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયા (PEFI) દ્વારા હાલમાં ગુજરાતના 25 જીલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ-ડે પર વિવિધ પ્રકારની ફિટનેસ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 16 હજાર સ્પર્ધકો સામેલ થયા હતા.
આ પહેલ PEFIનાં ગુજરાત યુનિટે 90 જેટલી એક્ટિવિટીઝથી કરી હતી. આ એક્ટિવિટીઝ અને રમતોમાં યોગા, એરોબિક્સ, કબડ્ડી, ઝુમ્બા, ફિઝિકલ ફિટનેસ ચેલેન્જ, ટગ ઑફ વોર અને રાઈફલ શૂટિંગ સહિતનાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં વિવિધ સ્પોર્ટ્સ ક્લબ, એસોસિયેશન, સ્કૂલ, 6 યુનિવર્સિટી, યોગા સેન્ટર્સ અને 200થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. 90થી વધુ સંસ્થાનોએ રાજ્યમાંથી આ ઇવેન્ટમાં રસ દાખવ્યો હતો. આ માટે તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.
આમાં 16 હજાર લોકોને જોડ્યા હતા. જ્યારે PEFI ગુજરાત આગામી સીઝનમાં 1 લાખ સ્પર્ધકોને સાથે જોડવાનો લક્ષ્યાંક ધરાવે છે. ગુજરાતમાં જ 90 જેટલી એક્ટિવિટીઝનું આયોજન કરાયું હતું, જ્યારે PEFI નેશનલ દ્વારા 1 હજાર સ્થળોએ એક્ટિવિટીઝનું આયોજન કરાયું હતું.
ધ ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયા એ ભારતની સૌથી પ્રતિષ્ઠિત રમત-ગમત સંસ્થાનોમાંથી એક છે. જેમાં જાણીતા શિક્ષણ તજજ્ઞો, શારીરિક શિક્ષણનાં નિષ્ણાંત અને સ્પોર્ટ્સ પ્રોફેશનલ્સ સામેલ છે. PEFI શારીરિક શિક્ષણના ઉત્થાન તરફ કામ કરવા ઉપરાંત યુવાનો માટે સારા ભવિષ્યના ઘડતરમાં ફિટનેસ અને રમત-