મનપાના 26 હોલ માટે 336 લગ્નપ્રસંગનું એડવાન્સ બુકિંગ

રાજકોટ મહાનગરપાલિકાના અલગ-અલગ વિસ્તારના 26 જેટલા હોલ લગ્નપ્રસંગ માટે બે મહિના બુક થઇ ગયા છે. મહાનગરપાલિકાના 26 લગ્ન હોલ માટે તા.1-8થી 30-9 સુધીના સમયગાળામાં કુલ 336 પરિવારે બુકિંગ કરાવ્યું છે. હવે ઓક્ટોબરમાં નવા બુકિંગનો લાભ મળશે.

રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા લગ્ન હોલનું નિર્માણ કરાયું છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઓછા ભાડાના આ લગ્ન હોલ આશીર્વાદ સમાન પૂરવાર થઇ રહ્યા છે. ભાદરવા બાદ હવે લગ્નસરાની સિઝન શરૂ થતી હોય મહાનગરપાલિકાના હોલ બુકિંગ માટે રીતસરની લાઇનો લાગી છે.

દર વર્ષે આ સમયગાળામાં લગ્ન હોલ બુક થઇ જતાં હોય છે તે રીતે આ વર્ષે પણ તા.1-8થી 30-9 દરમિયાનમાં મહાનગરપાલિકાના 26 હોલ માટે 336 પરિવારે હોલ બુકિંગ કરાવી લેતા બાકી રહી ગયેલા પરિવારો ફરી બુકિંગ ખૂલે તેની રાહમાં બેઠા છે. મહાનગરપાલિકાના નિયમ મુજબ લગ્ન માટે 90 દિવસ પૂર્વે બુકિંગ કરાવવું ફરજિયાત છે. આ પરિવારોએ ઓક્ટોબર માસમાં આવનાર લગ્નની તારીખ મુજબના બુકિંગ કરાવવા તૈયારી આરંભી છે અને હાલમાં એસ્ટેટ વિભાગમાં હોલ બુકિંગ માટે ભારે ઇન્કવાયરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *