મેટોડામાં બંધ કારખાનામાં તસ્કરોના ધામા: 100 કિલો કોપર ઉઠાવી ગયા

મેટોડામાં સાતમ-આઠમના તહેવાર દરમિયાન તસ્કરોએ બંધ કારખાનામાંથી 4 બાચકાં ભરી કોપર ઉઠાવી જતા કારખાનાના મેનેજર દ્વારા પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. કારખાનાના સીસીટીવી ફૂટેજમાં ત્રણ તસ્કરો નજરે પડી રહ્યા હતા.

અંબિકા ટાઉનશિપ, આયર્લેન્ડ રેસિડેન્સીમાં રહેતા અને મેટોડા જી.આઈ.ડી.સી. ગેટ નં.3 ખાતે એ-1 ઈલેક્ટ્રિકલ્સ એલએલપી નામના કારખાનામાં મેનેજર તથા ઓપરેટિંગ ઓફિસર નેહાબેન ફાલ્ગુનભાઈ સાકરિયા(ઉં.વ.33) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાતમ આઠમની રજા બાદ કંપનીના પ્રોડક્શન એન્જિનિયર હરેશભાઈ મનસુખભાઈ બાણુગરિયા તથા ક્વોલિટી એન્જિનિયર નિર્ભયસિંહ બારડ દ્વારા કંપનીના ગોડાઉનમાં પડેલા કોપરના સ્ટોકની ગણતરી કરવામાં આવી હતી. જે દરમિયાન આ કોપરના સ્ટોકમાંથી અમુક સ્ટોક ઘટતો હોવાનું માલૂમ પડતાં કેમેરા ચેક કરતાં ગત તા.14ના રાત્રીના આશરે પોણા બારેક વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સો દીવાલ ટપી અંદર આવતા જોવા મળ્યા હતા. કોપરનો સામાન જેમાં ચાર બાચકાં આશરે 100 કિલો જેની કિંમત રૂ.90 હજારનો મુદ્દામાલ ચોરી જતા ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *