સોમવાર, 1 સપ્ટેમ્બરના રોજ સેન્સેક્સ 450 પોઈન્ટ વધીને 80,300 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 150 પોઈન્ટ વધીને 24,590 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરમાં તેજી અને 5 શેરમાં ઘટાડો છે. ઇન્ફોસિસ, પાવર ગ્રિટ, ટેક મહિન્દ્રા, ઝોમેટો અને ટીસીએસના શેરોમાં 1%થી વધુની તેજી છે. રિલાયન્સ, એચયુએલ અને મારુતિમાં નજીવો ઘટાડો થયો છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 40 શેરમાં તેજી અને 10 શેરમાં ઘટાડો છે. NSEના IT, Auto અને Banking ઈન્ડેક્સમાં સૌથી વધુ તેજી છે. FMCG, Realty અને Oil & Gasમાં ઘટાડો છે.