4788 બોટલ દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું, રૂ.39.72 લાખનો મુદ્દામાલ કબજે

શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કચ્છના ગાંધીધામથી નીકળેલું દારૂથી ભરેલું કન્ટેનર પોલીસે કબજે કર્યું હતું. જેમાંથી વિદેશી દારૂની 4788 નંગ બોટલ મળી રૂ.39.72 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ હર્ષ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.વી.ચાવડા સહિતના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નવા 150 ફૂટ રિંગ રોડ પર હાલાજી હોટેલ પાસે સ્ટાફ વોચમાં હોય તે દરમિયાન ઘંટેશ્વર તરફથી આવેલા કન્ટેનરને રોકી તપાસ કરતા તેમાંથી ખાખી બોક્સમાં વિદેશી દારૂની બોટલો મળી હતી.

આ દરોડા દરમિયાન પોલીસે દારૂની 4788 નંગ બોટલો જેની કિંમત રૂ.24.62 તેમજ ટ્રક સહિત 39.72 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક(પુરખારામ સ્વરૂપારામ જાટ)ની ધરપકડ કરી હતી. આરોપી રાજસ્થાનના બાડમેર જિલ્લાના રામસર ગામનો હતો.

આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, તે આગાઉ ડીસામાં દારૂની ખેપ મારતા પકડાઈ ચૂક્યો છે. તેમજ આ સૌરાષ્ટ્રમાં તેની પહેલી ટ્રિપ હતી. પોલીસે આ દારૂની હેરફેર કરનાર શખ્સોને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *