રાજકોટની રંગીલા પાર્ક સોસાયટીમાં ખરાબ રસ્તાથી 8000 લોકો પરેશાન!

રાજકોટના કાલાવડ રોડ ઉપર કણકોટ પાસે રંગોલી પાર્ક સોસાયટી મેઇન રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી છેલ્લા ઘણા સમયથી વિસ્તારવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આ દરમિયાન શનિવારે વિસ્તારવાસીઓ સાથેની બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે હજુ એક વર્ષ રસ્તો બંધ થશે તેવો જવાબ આપતા તમામ રોષે ભરાયા હતા અને આજે રવિવારે રસ્તો રોકી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ રોડ ઉપર અંદાજે 8,000 થી વધુ લોકો રહે છે ત્યારે તેમની સમસ્યા મનપા તંત્ર દ્વારા દૂર કરવામાં આવતા તેઓ વિઘ્નહર્તા ગણપતિ સમક્ષ પહોંચ્યા હતા અને રસ્તાનું રીપેરીંગ સત્વરે થઈ જાય અને તેમની સમસ્યા દૂર થાય તે માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

શહેરની રંગોલી પાર્ક સોસાયટીમાં રહેતા ડી. કે. ભટ્ટે જણાવ્યું હતું કે, અગાઉ આ વિસ્તાર રૂડામાં આવતો હતો પરંતુ આ વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યા બાદ અહીં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી અને તેના માટે ખોદકામ કરવામાં આવ્યું તો કે ત્યારબાદ હજુ સુધી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી રસ્તો બન્યો નથી અને તેને કારણે અહીં રહેતા 8,000 જેટલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીં રસ્તા એટલા ખરાબ છે કે દરરોજ અકસ્માત થાય છે અને સ્કૂલ બસ પણ આ વિસ્તારમાં અંદર આવતી ન હોવાથી બાળકોને શાળાએ મુકવા માટે વાલીઓએ જવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *