મહુવા-સાવરકુંડલા રોડ પર ચીકણી માટીથી ખાડા પૂર્યા

મહુવા-સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર ખાડા અને ભૂવા પૂરવા માટે તંત્ર દ્વારા ચીકણી માટીનો ઉપયોગ કરવામાં આવતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ચીકણી માટીને કારણે અનેક વાહનો સ્લિપ થઈ રહ્યા છે, જેના પરિણામે નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.

મહુવા-સાવરકુંડલા સ્ટેટ હાઇવેની હાલત અત્યંત કફોડી છે અને છેલ્લા બે વર્ષથી અહીં સમારકામ ચાલી રહ્યું છે. ડુંડાસ ચોકડી પાસે આવેલા સ્ટેટ હાઈવે પર મોટા ખાડાઓ પડી ગયા હતા. વિભાગે આ ખાડાઓને ચીકણી માટીથી પૂરવાનું કામ કર્યું છે. પરંતુ સામાન્ય વરસાદમાં પણ આ માટી લપસણી બની જાય છે, જેના કારણે વાહનો સ્લિપ થવાની ઘટનાઓ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *