મુરઘી લેવા આવતી સગીરા ઉપર દુકાનદારે છ માસ સુધી દુષ્કર્મ આચર્યું

શહેરમાં દુષ્કર્મનો વધુ એક ચોંકાવનારો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં એક સગીરા સાથે મોરબી રોડ ગણેશનગરમાં રહેતા ખાલીદ ખાટકી નામના 22 વર્ષના શખ્સે 13 વર્ષની સગીરા સાથે છ મહિના સુધી અવારનવાર શરીરસંબંધ બાંધતા સગીરાના પરિવારે બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સગીરા ખાલીદની નોનવેજની દુકાને સામાન ખરીદવા જતી હોય જે દરમિયાન ખાલીદ ખાટકી નામના આ શખ્સે તેણીને ઘરે લઇ જઈ આ કૃત્ય આચર્યું હતું. થોડા દિવસ પૂર્વે દુકાને સામાન લેવા માટે ગયેલી દીકરીને ઘરે આવવામાં મોડું થઇ જતા પરિવારે તેણીને મોડું થયાનું કારણ પૂછતાં તેણીએ સત્ય હકીકત જણાવી હતી. જે સાંભળ્યા બાદ માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સગીરાને વધુ પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે, આ શખ્સ છેલ્લા છ મહિનાથી તેણી સાથે દુષ્કર્મ ગુજારતો હતો.સગીરાના માતા-પિતાએ બી-ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ એસ.એસ. રાણેની રાહબારીમાં બી-ડિવિઝન પોલીસ સ્ટાફે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *