જંક્શન પ્લોટ ગેબનશાપીરની દરગાહ પાસે જય એપાર્ટમેન્ટ-401માં રહેતાં મહેશભાઇ બુધવાણી (ઉ.વ.58)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારિયા રોડ આંબેડકરનગરમાં રહેતા અલ્પેશ જેઠવાનું નામ આપ્યું હતું.
મહેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કાર સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે આપવાનો વેપાર કરે છે. તેની પાસેથી ગત તા.08/07ના રોજ અલ્પેશ જેઠવાએ એક દિવસ માટે રૂ.5.50 લાખની તેમની સ્વિફટ કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડેથી લઈ જઈ બીજા દિવસે પરત આપી દેવાનું કહી બાદમાં બીજા દિવસે કાર ન આપી બહાના બતાવ્યા હતા.
ત્યારબાદ કાર પરત ન આપતા વેપારીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.