રાજકોટના કેવડાવાડીના વૃદ્ધાનું સોરઠિયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ચોકમાં રસ્તો ઓળંગતી વેળાએ બાઇકની ઠોકરે ચડી જતાં ઇજા થતાં મૃત્યુ થયું હતું. બનાવની પ્રાપ્ત વિગત મુજબ કેવડાવાડી-11માં રહેતા મંજુલાબેન નટુભાઇ રાઠોડ(ઉ.વ.70) ગત તા.9ના રોજ બપોરે બે વાગ્યે સોરઠિયાવાડીમાં કામ માટે ગયા હતા. ત્યાંથી પરત ઘરે જવા પગપાળા જતી વેળાએ પવનપુત્ર ચોકમાં રસ્તો ઓળંગતી વખતે બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાયો હતો. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી કરી હતી. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે બાઈકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.