શહેરની એક 34 વર્ષીય યુવતીએ મચ્છર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ફરિયાદના આધારે બે શખ્સ વરૂણ ડાંગર અને જયેશ સિંધવ વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ યુવતી રાજકોટમાં રહી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે.
પોલીસ ભરતી માટે રનિંગની પ્રેક્ટિસ કરાવતા વરૂણ સુખદેવભાઈ ડાંગર સાથે મારો પરિચય થયો હતો. એકતરફી પ્રેમ કરતા હોય વરુણે મને સગાઈ-લગ્નની વાત કરતા ના પાડતા સગા વહાલામાં સોશિયલ મીડિયા દ્વારા મેસેજ કરી ચરિત્ર ખરાબ તેવી વાતો કરે છે. તેના મિત્ર જયેશે પણ થોડા સમય પહેલા સગાઈ માટે માગું આવેલ હોય તેના કુટુંબીજનોને હું ખરાબ છોકરી છું તેમ કહી બંનેએ ત્રાસ ચાલુ કર્યો હતો.