નેશનલ અવોર્ડ વિનર યામી ગૌતમ અને ‘ધુરંધર’ ડિરેક્ટર આદિત્ય ધર મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશમાં કાયમી વસવાટ કરશે, તેવા અહેવાલોને આદિત્ય ધરની ટીમે ફગાવી દીધા છે. ટીમે જણાવ્યું છે કે, દંપતી હિમાચલમાં સ્થળાંતર કરશે તેવા અહેવાલોમાં કોઈ તથ્ય નથી.
તાજેતરમાં કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે બંને મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં કાયમી રીતે વસવા જઈ રહ્યા છે. જોકે, આદિત્યની ટીમે સ્ક્રીન સાથેની વાતચીતમાં આ દાવાઓને ખોટા ગણાવ્યા છે.
હિમાચલ જતાં પહેલાં આ કપલ મુંબઈના ખાર વેસ્ટ વિસ્તારમાં આવેલા એક મોટા એપાર્ટમેન્ટમાં રહેતું હતું. આ ઘર ચિત્રકાર ધુરંધર માર્ગ પર આવેલું છે. આદિત્ય ધરે પોતાની ફિલ્મ ‘ધુરંધર’ના પ્રમોશન દરમિયાન પોતાના ઘરનું સરનામું પણ જણાવ્યું હતું. ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ની સફળતા બાદ કપલનું આ ઘર ખરીદવાની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે તેમણે હિમાચલને પોતાનું કાયમી ઠેકાણું બનાવી લીધું છે.