કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક માટે તૈયારી શરૂ કરી

અનુભવી ભારતીય બેટર વિરાટ કોહલીએ 5 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી માટે તૈયારી શરૂ કરી દીધી છે. તે લંડનમાં ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ નઈમ અમીન હેઠળ તાલીમ લઈ રહ્યો છે. કોહલી ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની ODI શ્રેણીમાં રમશે.

36 વર્ષીય કોહલીએ શુક્રવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની પ્રેક્ટિસનો ફોટો પોસ્ટ કર્યો. જેમાં તે નઈમ અમીન સાથે જોવા મળી રહ્યો છે. નઈમે કોહલીનું બેટ પણ હાથમાં પકડ્યું છે. વિરાટે લખ્યું- ‘તૈયારીમાં મદદ કરવા બદલ આભાર ભાઈ. તમને જોઈને હંમેશા આનંદ થાય છે.’

વિરાટ કોહલી 9 માર્ચ, 2025 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. છેલ્લી વખત તે ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રમ્યો હતો. ભારતીય ટીમે તે મેચ 4 વિકેટથી જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *