સભાસદના પરિવાર માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

રાજકોટની અગ્રણી સહકારી સંસ્થા અપના બજાર દ્વારા શહેરની ગિરિરાજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન અપના બજાર ભૂપેન્દ્ર રોડ ખાતે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં નિઃશુલ્ક તપાસ અને માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.

તેમજ રેન્ડમ બ્લડ શુગર, લીવર, થાઇરોડ, લિપિડ પ્રોફાઇલ, કિડની સહિતના ટેસ્ટ અત્યંત રાહત દરે કરી આપવામાં આવ્યા હતા. તેમ સંસ્થાના ચેરમેન ભાગ્યેશ વોરા, વા.ચેરમેન દીપક ચાવડાની આ અખબારી યાદીમાં જણાવ્યું છે. ત્યારબાદ મેડિકલ કેમ્પનું દીપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય દ્વારા ઉદ્ઘાટન કરી અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *