રાજકોટના એરપોર્ટ રોડ, હનુમાનમઢી પાસે અલ્કાપુરી સોસાયટી શેરી નં.2/9ના ખૂણે રહેતા જયભાઈ નટવરસિંહ રાઠોડ (ઉ.વ.39) નામના યુવકે ઓનલાઈન છેતરપિંડીની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું હતું કે, વોટ્સએપ પર લીંક મોકલી અલગ-અલગ એપ ડાઉનલોડ કરાવી શેરબજારમાં સારુ રિટર્ન મળશે તેમ કહી પોતાની સાથે રૂ. 1.60 લાખની ઠગાઇ કરાઇ છે.