ત્રણ ટીપીઓની નિમણૂક થઇ, પણ સિટી ઈજનેરો પાસેથી ચાર્જ લેવાનો બાકી

મહાનગરપાલિકાના તંત્રમાં મોટાભાગની પ્રજાને લગતી કામગીરી રામભરોસે ચાલી રહી છે જેને સમર્થન આપતી વધુ એક હકીકત પ્રકાશમાં આવી છે જેમાં મનપામાં ઝોનવાઇઝ 3 ટીપીઓની નિમણૂક તો થઇ ગઇ, પરંતુ હજુ સુધી સિટી એન્જિનિયરો પાસેથી ચાર્જ લેવાનો બાકી હોય તેમને કામગીરી સોંપવાની બાકી છે.

મહાનગરપાલિકામાં જ્યારે 3 ટીપીઓની ભરતી થઇ ન હતી ત્યારે મ્યુનિસિપલ કમિશનરે ટીપીને લગતી અમુક કામગીરીની જવાબદારી સિટી એન્જિનિયરોને સોંપી હતી.

જ્યારે હવે મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં હેતલ સોરઠિયા, વેસ્ટ ઝોનમાં ભાર્ગવ બરવાલિયા અને ઇસ્ટ ઝોનમાં અભિ પટેલની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ હજુસુધી મ્યુનિસિપલ કમિશનરે નવો ખાસ આદેશ કરી સિટી એન્જિનિયરો પાસેથી કામગીરીનો ચાર્જ લીધો ન હોય 3-3 ટીપીઓની નિમણૂક બાદ પણ કામગીરીનું ભારણ સિટી એન્જિનિયરો પર હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ત્રણમાંથી બે ટીપીઓ હાજર થઈ ગયા છે જ્યારે ઈસ્ટઝોનમાં અભિ પટેલ તા.11મીએ હાજર થશે તેમ મનપાના સૂત્રોએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *