શહેરના કાલાવડ રોડ કેવલમ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા હિરલબેન વિજયભાઈ સોલંકી (ઉં.વ.20) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ વિજય સંજયભાઈ સોલંકીનું નામ આપ્યું હતું.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેના પતિ સાથે તેના કાકીજી સાસુ પદ્માબેન શૈલેશભાઈ સોલંકીના ત્યાં રહે છે. શનિવારે બપોરના સમયે પતિ વિજય સોલંકી ત્યાં આવેલા અને તેની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. પતિએ તેને કહ્યું હતું કે,”તે મારા મોટાભાઈ રાજભાઈને કેમ કહ્યું કે, હું અન્ય કોઈ સ્ત્રી સાથે ફોનમાં વાત કરું છું. આવું કહેવાનું તને કોણે કીધું ?’ કહી પતિએ તેણીને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.