કુવાડવામાં 3 દુકાનમાં નકલી ફેવિક્વિકનો વેપલો થતો હતો

શહેરની ભાગોળે કુવાડવામાં નકલી ફેવિક્વિકનો વેપલો થતો હોવાનો પોલીસે ભાંડો ફોડી ત્રણ દુકાનદારો સામે ગુનો નોંધ્યો હતો. નોયડામાં રહેતાં નિશ્ચય ઘનશ્યામ સ્વરૂપ જૈનએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુવાડવામાં જૂની બેંકવાળી શેરીમાં રહેતા પરેશ દેવરાજ સોજીત્રા, પટેલનગર માટેલ ચોક પાસે રહેતાં રમેશ ડુંગર ઘોણિયા અને જુની બેંકવાળી શેરીમાં રહેતા હિત ચંદુ સુદાણીના નામ આપ્યા હતા.

નિશ્ચય જૈને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પરેશ સોજીત્રાની ખોડિયાર સેલ્સ એજેન્સીમાંથી ફેવિક્વિકના 196 નંગ મળી આવ્યા હતા. રમેશ ધોણીયાની જય બાલાજી એજેન્સીમાંથી 224 નંગ મળી આવ્યા હતા અને હિત સુદાણીની આઇ ખોડલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુનમાંથી 45 નંગ મળી આવ્યા હતા આ તમામ નકલી હોવાનું ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *