કપડાં ધોતી વેળાએ ભોં-ટાંકામાં પટકાવાથી ઘવાયેલા યુવકનું મોત

બામણબોર જીઆઈડીસી સાગર કંપનીમાં રહેતા અને કામ કરતાં રામકિશોર રાવ(ઉં.વ.40)નામના યુવકનું ભોં-ટાંકામાં પડી જવાથી મોત નીપજ્યું છે.

ભોં-ટાંકા પાસે કપડાં ધોતી વેળાએ એકાએક ટાંકામાં પટકાવાથી માથાના ભાગે ગંભીર ઈજા થવાથી યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું છે.

બનાવ અંગે એરપોર્ટ પોલીસને જાણ થતાં પી.જી.ઝાલા સહિતના સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, યુવક દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને મૂળ યુપીનો વતની હતો. ત્રણ વર્ષથી બામણબોરમાં પોલિટેક્નિક કારખાનામાં કામ કરતો હતો. ટાંકામાં વધુ પાણી નહોતું, યુવકનું માથાના ભાગે ઈજા થવાથી મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *