રાજકોટમાં ‘કવોન્ટમ સાયન્સ’ પર સેમિનાર સિરીઝ

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે 31 જુલાઈ 2025ના રોજ ‘ટેઇકીંગ ક્વોન્ટમ ટુ ધ સોસાયટી’ રીજનલ સેમિનાર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનાર ‘ક્વોન્ટમ સેન્સિંગ એન્ડ મીટ્રીયોલોજી’ વિષય પર કેન્દ્રિત હતો.

સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2025ને સત્તાવાર રીતે ‘આંતરરાષ્ટ્રીય કવોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વર્ષ’ (IYQ – 2025) તરીકે જાહેર કર્યું છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)ને યુનાઈટેડ નેશન્સ દ્વારા નોલેજ પાર્ટનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા રાજકોટના માધાપર ખાતે વિકસાવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં આર. કે. યુનિવર્સીટીના ફીઝીક્સ વિભાગના આસિસ્ટંટ પ્રોફેસર ડૉ. સાવન કત્બા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફીઝીક્સ વિભાગના આસિસ્ટંટ પ્રોફેસર ડૉ. મેધા વાગડિયાએ વિશેષ માર્ગદર્શન આપ્યું.

ડૉ. મેધા વાગડિયાએ કવોન્ટમ ફન્ડામેન્ટલ ફીઝીક્સના સિદ્ધાંતો જેમ કે કવોન્ટમ ટર્નીંગનો ઉપયોગ કરી અલ્ટ્રાસેન્સેટીવ ડિવાઇસીસ કેવી રીતે બનાવી શકાય તે સમજાવ્યું. તેમણે એટોમિક સ્કેલની ડિવાઇઝ અને કવોન્ટમ હોલ ઈફેક્ટ, સ્ક્ઝીઓન તેમજ કવોન્ટમ કમ્પ્યુટીંગ વિશે પણ માહિતી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *