દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડના ખૂણે સર્વિસ સ્ટેશનમાં કામ કરતા બનેવીને વેલ્ડિંગ કામમાં મદદ કરતી વેળાએ વીજકરંટ લાગતા યુવકને સિવિલ માં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું છે.
શહેરના દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે રહેતા ભાવેશભાઈ રમેશભાઈ બુદારિયા(ઉં.વ.30) નામના યુવકનું હૈદરી ચોક દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડના ખૂણે સર્વિસ સ્ટેશનમાં કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતી વેળાએ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પીએસઆઈ ડી.કે.ધાંધલા સહિતના સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ભાવેશભાઈ તેના બનેવી રવિરાજભાઈના કામના સ્થળે બેસવા ગયા ત્યારે વેલ્ડિંગ કામમાં મદદ કરતી વખતે વીજકરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું.