રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં શહેરની રાજેશ્રી ટોકીઝમાં સૈયારા મુવી જોવા ગયેલા બે યુવાનો બિયરના ટીન સાથે ઝડપાયા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ ઘટનાએ ‘શું અહીં મૂવી જોતાં જોતાં બિયર પીવાની છૂટ આપવામાં આવતી હશે?’ જેવા ગંભીર સવાલો ઉભા કર્યા છે.
જો કે, આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ એ-ડિવિઝન પોલીસે એક જ આરોપીનું બતાવ્યું અને ઝડપેલા યુવાનનું લોકેશન પણ રાજેશ્રી ટોકીઝની અંદરને બદલે બહાર બતાવતા અનેક શંકાઓ ઉભી થઈ છે.
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, લોધિકાના ખીરસરા ગામના ધવલ ખીમજી સાગઠીયાને ભુપેન્દ્ર રોડ પર રાજેશ્રી ટોકીઝની પાસે રોડ ઉપરથી રૂ. 200ની કિંમતના ઇંગ્લિશ દારૂ બિયર ટીન 1 સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ યુવાન પાસ-પરમિટ વગર દારૂ સાથે ઝડપાઈ જતા પ્રોહિબિશન કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે