ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસની ટિકિટોનું રેકોર્ડ વેચાણ

ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પહેલા 48 કલાકમાં 26 હજાર ટિકિટ વેચાઈ ગઈ છે. આ ન્યૂઝીલેન્ડ ક્રિકેટની પ્રી-સેલમાં રેકોર્ડ માગ છે.

આ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થશે અને 1 ડિસેમ્બર સુધી ચાલશે. બંને ટીમ વચ્ચે 5 T20, 5 વન-ડે અને 2 ટેસ્ટ રમાશે. ભારતીય ટીમ 2019-20 પછી પહેલીવાર ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમશે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અનુસાર, ઓકલેન્ડના ઈડન પાર્કમાં યોજાનારી વ્હાઈટ-બોલ મેચની ટિકિટ સૌથી ઝડપથી વેચાઈ રહી છે. અહીં સિરીઝની ચોથી T20 અને પહેલી વન-ડે રમાશે.

ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલમાં પણ ટિકિટોની ભારે માગ છે. લગભગ 9 હજાર દર્શકોની ક્ષમતાવાળા આ મેદાન પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શરૂઆતની બે T20 મેચ 22 અને 24 ઓક્ટોબરે રમાશે.

આ જ મેદાન પર પ્રવાસની બીજી અને છેલ્લી ટેસ્ટ પણ રમાશે. આ મુકાબલો 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલશે અને તેની ટિકિટોનું વેચાણ પણ ઝડપથી થઈ રહ્યું છે.

વેલિંગ્ટનમાં પણ ટિકિટોની મજબૂત માગ

વેલિંગ્ટનમાં યોજાનારી મેચો માટે પણ શરૂઆતનું વેચાણ મજબૂત રહ્યું છે. હેનરી સ્ટેડિયમમાં સિરીઝની ત્રીજી T20 અને બીજી વન-ડે રમાશે. જ્યારે, પ્રથમ ટેસ્ટ સેલો બેસિન રિઝર્વમાં 19 નવેમ્બરથી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *