સેન્સેક્સ 331 પોઈન્ટ વધીને 77,265 પર બંધ થયો

28 ઓગસ્ટે તેજી જોવા મળી. સેન્સેક્સ 331 પોઈન્ટના ઉછાળા સાથે 77,265 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 85 પોઈન્ટનો ઉછાળો રહ્યો, તે 24,176 પર બંધ થયો. આજે IT અને મેટલ શેર્સમાં વધુ ખરીદી જોવા મળી.

ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો શેર 110% ઉપર લિસ્ટ થયો

ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો શેર તેની IPO કિંમત કરતાં 110% ઉપર લિસ્ટ થયો. NSE પર કંપનીનો શેર ₹300ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં 111.33%ના વધારા સાથે ₹634 પર લિસ્ટ થયો. જ્યારે BSE પર તેનું લિસ્ટિંગ 110.40% પ્રીમિયમ સાથે ₹631.20 પર થયું.

તાપમાન સેન્સર બનાવતી રાજસ્થાનની આ કંપનીના IPOને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ IPO 20 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો.

ESDS સોફ્ટવેર સોલ્યુશન લિમિટેડ અને પ્રાયોરિટી જ્વેલ્સના IPO આજથી ખુલ્યા છે. ESDS સોફ્ટવેર સોલ્યુશન લિમિટેડ તેના દ્વારા 720 કરોડ અને પ્રાયોરિટી જ્વેલ્સ 91.50 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ IPO 1 સપ્ટેમ્બરના રોજ બંધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *