રૂ.4200નો ડ્રેસ ઓનલાઇન રૂ.2 હજારમાં ખરીદ્યો, 27100 ચૂકવ્યા છતાં ડ્રેસ ન મળ્યો

નાનામવા રોડ પરના શાસ્ત્રીનગરમાં રહેતા અને ઇશ્વરિયામાં આવેલી મોદી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ડોલીબેન રાજેન્દ્રકુમાર ઝાલાડી (ઉ.વ.30)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ડોલીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.13 એપ્રિલ 2024ના ઇન્સ્ટાગ્રામ પર મહાલક્ષ્મી ફેશન નામની આઇડી પર રૂ.4250ની કિંમતનો ડ્રેસ ડિસ્કાઉન્ટ સહિત રૂ.2 હજારમાં આપવાનું દર્શાવાયું હતું. ડોલીબેને આઇડી પર બતાવેલ નંબર પર વ્હોટ્સેપ મેસેજ કરતા એક ક્યુઆર કોડ આવ્યો હોય તેના પર રૂ.2 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બે દિવસ પછી મેસેજ કરતા ડ્રેસની ઓરિજિનલ કિંમત રૂ.4250 ફરીથી મોકલી આપો.

ત્યારબાદ કોઇ મનિષ ગુપ્તા નામના શખ્સે વધુ રકમની માગ કરી હતી એટલું જ નહી એવી ધમકી પણ આપી હતી કે, પોલીસ ફરિયાદ કરવી હોય તો કરી લો, પૈસા મોકલશો તો જ ઓર્ડર મળશે જેથી તેના દબાવમાં ડોલીબેને રૂ.18600 ટ્રાન્સફર કર્યા હતા ત્યાર પછી પણ વધુ પૈસાની માગ ચાલું રહેતા ડોલીબેને પોલીસનો સંપર્ક કર્યો હતો, પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબ કાર્યવાહી શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *