સોનું ₹375 વધીને ₹97,828 પ્રતિ 10 ગ્રામ થયું

18 જુલાઈના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ ₹375 વધીને ₹97,828 પ્રતિ 10 ગ્રામ થયો છે. પહેલા તેની કિંમત ₹97,453 હતી. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹99,420 છે.

ચાંદીનો ભાવ ₹1,300 વધીને ₹1,12,300 પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદી ₹1,11,000 પર હતી. 14 જુલાઈના રોજ ચાંદીએ ₹1,13,867 ઓલ ટાઈમ હાઈ પર હતી. અગાઉ, 8 જૂનના રોજ સોનું ₹99,454 ઓલ ટાઈમ હાઈ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *