ટ્રાફિક પોલીસે છ મહિનામાં રૂ.5.91 કરોડનો દંડ ફટકાર્યો

શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા પાછળ લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનું કરાતું ઉલ્લંઘન પણ એક મહત્ત્વનું કારણ છે. શહેરની ટ્રાફિક પોલીસે છ મહિનામાં વાહનચાલકોને રૂ.5.91 કરોડનો દંડ ફટકાર્યો છે. શહેરના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનાથી જૂન મહિના સુધીમાં ટ્રાફિક શાખાએ અલગ 32 પ્રકારના નિયમ ભંગ હેઠળ 176528 વાહનચાલકને રૂ.5,91,87,750નો દંડ ફટકારવામાં આવ્યો છે.

સૌથી વધુ ત્રણ સવારી વાહન ચલાવવાના 59119 કેસ થયા હતા તેમજ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહન પાર્ક કરવાના 17575 કેસ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન 2620 વાહન ડિટેન પણ કરવામાં આવ્યા છે. વાહનચાલકોને નિયમનું પાલન કરવા ડીસીપી યાદવે અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *