આંગણવાડી વર્કર્સનો બીએલઓની કામગીરી સામે વિરોધ

આંગણવાડી વર્કર્સ તથા હેલ્પર હાલમાં વધારાની કામગીરીના બોજ તળે મુશ્કેલીનો સામનો કરી રહેલ છે. આ કર્મચારીઓ કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના અનેક પ્રકારના મોબાઈલ એપ્લિકેશનથી નિયમ મુજબના કલાકો કરતા પણ મોડી માંજ સુધી કામગીરી કરે છે.

આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો શ્રમ કરે જ છે પરંતુ બીએલઓની કામગીરી લાંબા સમય સુધી કરી શકે તેવી હાલતમાં જ નથી. એક તરફથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓ ફરજિયાત રીતે પોષણ આહાર આપવાનું, મોબાઈલ ડેટા એન્ટ્રી નાખવાનું, પીએચઆર વિતરણ કરવાનું, સો ટકા કામગીરી કરવા માટેનું સતત દખાણ કરી રહ્યા છે ત્યારે આ વધારાની બીએલઓ તરીકેની કામગીરી કરવી શક્ય જ ન બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *