રાજકોટ જિલ્લા પંચાયતના જૂના બિલ્ડિંગનું નવનિર્માણ થઇ રહ્યું છે.હાલ ત્યાં કામગીરી ચાલુ છે. ત્યારે જૂના બિલ્ડિંગની જર્જરિત દીવાલ ધરાશાયી થઈ હતી. જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી. જેને કારણે સૌ કોઈને રાહતનો શ્વાસ લીધો હતો. જોકે બાજુમાં રહેલા એક મકાનને નુકસાન થયું હતું.
રાજકોટમાં શનિવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ત્યારબાદ રવિવારે વરસાદે વિરામ લીધો હતો અને સોમવારથી મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ હતી.મંગળવારે પણ આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. એક બાજુ બિલ્ડિંગના સમારકામની કામગીરી ચાલુ છે. ત્યારે જ વરસાદી માહોલમાં દીવાલ પડી જતાં થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી. 15 દિવસ પહેલાં પણ વરાસદી માવઠામાં જિલ્લા પંચાયત ચોકમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. ત્યારે આ વખતના વરસાદમાં દીવાલ ધરાશાયી થઇ છે. હાલ બિલ્ડિંગના નવનિર્માણની કામગીરી ચાલુ છે. ત્યારે મુખ્ય બિલ્ડિંગ તો તોડી નાખવામાં આવ્યું છે.
કમ્પાઉન્ડ વોલ અને તેને સંલગ્ન દીવાલોનું કામ છેલ્લી ઘડીએ કરવાનું થતું હોય છે. જિલ્લા પંચાયતના ભીલવાસમાં પાછળના ભાગની જર્જરિત દીવાલ ધરાશાયી છે. દીવાલ પડતાં કોઈ નુકસાન તો નહોતું થયું, પરંતુ બાજુના મકાન પર દીવાલનો ભાગ પડતાં તેમાં થોડું નુકસાન થયું છે.