શહેરમાં કુવાડવા ગામ પાસે સેવન સ્ટાર હોટેલ પાસે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં રસ્તો ઓળંગતા માંગરોળ પંથકના આધેડનું કારની ઠોકરે મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેના પરિવારમાં શોક છવાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંગરોળના સિકોતરી ફળિયું ધોબીવાડમાં રહેતા વિનોદભાઇ રામજીભાઇ ચુડાસમા (ઉ.53) અને તેના મિત્ર જયેશભાઇ બધાભાઇ મકવાણા (ઉ.45) બન્ને ટ્રકમાં નારિયળ ભરી રાજસ્થાનના જયપુર ખાતે ગયા હતા અને ત્યાંથી નારિયળ ખાલી કરી જયપુરથી જીઇબીનો સામાન ભરી વેરાવળ તરફ આવતા હતા ત્યારે કુવાડવા પાસે ચા-પાણી પીવા માટે ઊભા રહ્યા હતા. તે દરમિયાન વિનોદભાઇ પગપાળા રસ્તો ઓળંગી જતા હતા તે દરમિયાન પૂરપાટ કારે ઠોકરે લઇને નાસી જતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ સોલંકી સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી કરી જયેશભાઇની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.