રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિત ત્રણનો કારસો

શહેરમાં રૈયા ગામની સીમમાં આવેલી કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાનો પ્રયાસ થતાં સિવિલ કોર્ટના મહિલા રજિસ્ટ્રારએ મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિવિલ કોર્ટના સિનિયર રજિસ્ટ્રાર નિલમબેન રસિકભાઇ વ્યાસએ જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા મીનાબા રાજભા ઉર્ફે રાજેન્દ્રસિંહ ચાવડા,એચ.એસ.માણેક અને સોગંદનામું કરનાર ફોટાવાળા વ્યક્તિ સહિતના સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની કોર્ટમાં રૈયા ગામની સીમમાં આવેલ કરોડોની કિંમતી જમીનના દસ્તાવેજ અંગે ખોટા દસ્તાવેજો બનાવવા આવ્યા હતા જેની તપાસ કરી હતી.

તપાસમાં અરજદાર મીનાબા રાજભા ચાવડાની ઇન્કવાયરીમાં પોતાનુ સોગંદનામું તા.1-2-2009ના રોજ બનાવેલ અને તેમા વકીલ તરીકે એચ.એસ.માણેકએ રૂબરૂમાં સોગંદનામું રજૂ કર્યા હતા જે તેના દસ્તાવેજો પરથી જજ શેખ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોય જે વેરિફાઇ કરવામાં આવતા જમીનના વારસદારોના સોગદનામા રજૂ થયેલ તેમાં કિરીટસિંહ દેવાજી ચૌહાણ (રહે.જામનગર મિલન સોસાયટી) હોવાનું વકીલએ ઓળખ આપી હોવાનું અને ઓળખ તરીકે વકીલે પોતાની સહી કરી હોવાનું અને સોગંદનામું તૈયાર કરી લાવેલ હતા અને સહી કરી હતી. જેમાં ઘનશ્યામસિંહ દેવાજી ચૌહાણ (ઉ.58)નું સોગંદનામું કર્યું હતું અને વકીલએ સહી કરી હોય જેથી કિરીટસિંહ અને ઘનશ્યામસિંહને બોલાવી વેરિફિકેશન કરતાં બન્નેના આધારકાર્ડમાં નામ બરાબર હોય પરંતુ ફોટા અલગ હોવાનું તેમજ કિરીટસિંહને સહી બાબતે પૂછતા તે સહી કરતાં ન હોવાનું બહાર આવ્યું હતું.

દરમિયાન રાજકોટના રૈયા ગામની સીમમાં આવેલ ખેડવાણ જમીન એકર 2 એકર 22 ગુંઠાવાળું ખેતર તરીકે ઓળખાતી જમીનના વીલ બનાવવાનો પ્રયાસ કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવી કોર્ટમાં અરજી કરી જમીન પચાવી પાડવાનો કારસો કરનાર મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *