ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજે (27 મે) મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અલગ-અલગ સ્થળોએ જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *