રાજકોટના બસ સ્ટેશન પાસેની બાલાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને માધાપરના રોણકી ગામે રહેતા મહિલા તબીબે પોતાની જાતે દવાના ઓવરડોઝનું ઇન્જેક્શન લઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.
માધાપર પાસેના રોણકી ગામે રહેતા ડો. એન્જલબેન ધવલભાઇ મોલિયા (ઉ.27) તા.21ના રોજ બસ સ્ટેશન પાસે બાલાજી હોસ્પિટલમાં હતા ત્યારે પોતાની જાતે દવાનો ઓવરડોઝનું ઇન્જેક્શન લઇ લેતા ત્યાં જ ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ બરોળિયા સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક એન્જલબેનના દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને તેના પતિ ધવલભાઇ પણ તબીબ હોવાનું અને માધાપર પાસેના રોણકી ગામે રુદ્ર ક્લિનિક ચલાવતા હોવાનું હોવાનું પરિવારે જણાવ્યું હતું. પતિ સાથે કે અન્ય કોઈ અણ બનાવ ન હોવાનું પરિવારે જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી છે.