મહિલા મિત્ર સાથે રહેતા યુવાન પર 3 વિધર્મીનો છરીથી હુમલો

શહેરમાં ભગવતીપરામાં મહિલા મિત્ર અને તેના સંતાનો સાથે રહેતા યુવકને ફોન કરી ઘર પાસે બોલાવી મહિલાને કહી દેજે તેની પુત્રીના મારી સાથે લગ્ન કરાવી દે કહી ત્રણ વિધર્મી શખ્સે છરી વડે હુમલો કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.

ભગવતીપરામા વિનાયક એપોર્ટમેન્ટમાં રહેતા જીગર જીલુભાઇ ગોધરા નામનો યુવાન મોડી રાત્રીના તેના ઘેર સૂતો હતો ત્યારે તેના મિત્ર નવાબે ફોન કરી બોલાવ્યો હતો. જેથી તે એપાર્ટમેન્ટના ગેટ પાસે જતા નવાબ અને તેની સાથે શાહરુખ સાંધ અને સમીર ઉર્ફે સમલો આવ્યા હતા અને નવાબે તેને કહ્યું કે, તું મારી ફ્રેન્ડની માતા સાથે રહે છે. તેને કહી દેજે કે તેની પુત્રીના મારી સાથે લગ્ન કરાવી દે કહી ત્રણેય શખ્સે મારકૂટ કરી તે દરમિયાન નવાબે પેન્ટના નેફામાંથી છરી કાઢી હતી અને છરીના ઘા ઝીંકી દીધા હતા. દેકારો થતાં મહિલા અને તેની પુત્રી નીચે આવી જતા તેની સાથે પણ શખ્સોએ ઝપાઝપી કરતાં લોકો એકઠા થઇ જતા શખ્સો નાસી છૂટ્યા હતા.

બનાવને પગલે ઘવાયેલા જીગરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જાણ થતાં બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પીઠિયા સહિતે હોસ્પિટલ પહોંચી જીગર ગોધરાની ફરિયાદ પરથી નવાબ સંધી, શાહરુખ સાંધ અને સમીર સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *