રાજકોટમાં ગોંડલ રોડ પર હોટેલમાં બહેનપણી સાથે રહેતી અને મૂળ સાવરકુંડલાની મોડેલને રીબડાના યુવકે જ્યૂસમાં કેફી પીણું પીવડાવી બેભાન કરી કારમાં ઉઠાવી જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બાદ આરોપી યુવકે રીબડામાં પોતાની વાડીએ ઝાડમાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરવાના મામલે પોલીસમાં સગીરા સહિતના શખ્સો સામે હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કર્યાની ફરિયાદ થતાં એ.ડિવિઝન પોલીસે હોસ્પિટલમાં સારવાર લેતી સગીરાને રજા અપાતા તેની અટકાયત કરી પૂછતાછ કરી હતી.
બાદમાં સગીરાના પરિવારને જાણ કરી હતી, પરંતુ સગીરાના પરિવારે તેની સાથે સંબંધ ન હોવાનું જણાવતા પોલીસે સગીરાને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં મૂકવાની કાર્યવાહી કરી હતી.