રાજકોટમાં શ્રીનાથ પાર્કમાં આવેલ રહેણાક મકાન માટે માલિકે રૂ.1.20 કરોડની લોન લીધી હતી. મકાન માલિક બેંક લોન અને વ્યાજ નહીં ચૂકવી શકતા આખરે ધી સિક્યુરાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિકયુરિટી ઈન્ટરેસ્ટ એકટ હેઠળ કાર્યવાહી કરાઈ છે જે અંતર્ગત મકાનનો કબજો લેવામાં આવ્યો છે. આ કેસમાં રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા કાર્યવાહી કરાઈ હતી.
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા રાજેશભાઈ નરશીભાઈ ઢોલરિયા અને મહેશભાઈ નરશીભાઈ ઢોલરિયાને કુવાડવા રોડ પર આવેલ શ્રીનાથ પાર્ક શેરી નં-2 માં આવેલ વ્રજ કુટિર મકાન રેવન્યૂ સર્વે 110 પૈકીના બિનખેતીના રહેણાક પ્લોટ્સ પૈકી સબ પ્લોટ નંબર 36થી 40 જેની જમીન ચોરસ મીટર 61-23 ઉપર રહેણાક મકાનનો કબજો 25 એપ્રિલના રોજ લેવાયો હતો. લોનની બાકી રકમ 1,20,49,709 અને વ્યાજની વસુલાત માટે આ કબજો લેવાયો હતો.