અકસ્માતમાં એજન્સી સામે કાર્યવાહી નહીં કરાતાં સિટીબસના ડ્રાઈવરોમાં રોષ, સામૂહિક રાજીનામા નય

રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસે ચાર નિર્દોષની જિંદગી છીનવી લીધી છે. આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો છે. પોલીસે આ મામલે ડ્રાઈવરની ધરપકડ કરી છે. બીજી તરફ સિટી બસના ડ્રાઈવરોએ પણ મોરચો માંડ્યો છે અને હડતાળ બાદ હવે રાજીનામા પડવા લાગ્યા છે.

સિટી બસમાં ડ્રાઈવરની શિફ્ટ સહિતની જવાબદારી સુપરવાઈઝર તરીકે રહેલા ભાજપના આગેવાન વિક્રમ ડાંગરને અપાઈ હતી. આ સુપરવાઈઝરે ડ્રાઈવિંગ લાઇસન્સ રિન્યૂ ન કરેલા ડ્રાઈવરને બસ આપી એટલું જ નહિ પણ ડબલ શિફ્ટ કર્યા બાદ પણ સવારે બસ સોંપી દીધી હતી. આ મામલે માત્ર ડ્રાઈવર જ નહિ પણ તેના સુપરવાઈઝર તેમજ એજન્સીની પણ પૂરતી જવાબદારી છે. આરોપી બસ ડ્રાઈવરે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, બસનું સ્ટિયરિંગ લોક થવા તેમજ બ્રેક ન લાગવી જેવી ફરિયાદો તેણે અગાઉ કરેલી જ હતી. આમ છતાં હજુ સુધી એજન્સી કે વિક્રમ ડાંગર સામે કાર્યવાહી કરવામાં ન આવતાં બસ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા. રૂટ તો શરૂ થયા તેવામાં જ જે કંટાળેલા ડ્રાઈવર હતા તે હવે રાજીનામા મૂકવા લાગ્યા છે જેથી 15થી 20 બસ ઉપડી શકી ન હતી.

ડ્રાઈવર પાસે એક કરતા વધુ શિફ્ટમાં કામ લેવાતું હતું. આ બધી સ્થિતિ વચ્ચે ટેક્નિકલ ક્ષતિવાળી બસ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં એજન્સીએ કોઇ કાર્યવાહી ન કરી અને અકસ્માત થયો છતાં માત્ર ડ્રાઈવર પર જ કાર્યવાહી કરાતા રોષ ભભૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *